શેર-શાયરી

તને મિસ કરવાના બહુ બધા રીઝન હોઈ શકે,
એમાંનું એક રીઝન વરસાદની સીઝન હોઈ શકે.

ધોધમાર પડતા પહેલા વરસાદમાં પલળ્યા પછી પણ કોરા રહી જવાયું, ત્યારે લખાયેલી બે પંક્તિઓ. આગળ લખાય એવું છે, છતાંય બસ નથી લખવું. આટલું જ સરસ અને સુંદર છે.

– સ્પંદન

Poetry

બહુ દિવસો પછી એટલે કે મહિનાઓ સુધી ના કરેલું કામ એટલે, તમે કહી શકો કે થોડી બેદરાકરી અને થોડી આળસ માં ના કરેલુ કામ એટલે મારો પોતાનો બ્લોગ બનાવી એને ઓનલઈન કરવાનું કામ, જે આજે શક્ય બન્યું છે.
કદાચ આળસ તમે કહો તો મને ના ગમે કેમ કે ઈચ્છા તો એવી જ હતી કે મારા વિચારો ને કંડારવાના પ્રયત્નોને અમુક કક્ષા કે ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી જ તમારી એટલે કે મારા પોતાનો મિત્રો સાથે આ બધું વહેચવું .
અત્યારે આજે એ કક્ષા સુધી પહીચી શક્યો નથી અને એ સુધી બહુ વાર પણ લાગવાની છે, પણ આ હિમત આજે કરી શક્યો એનો આનંદ પણ છે અને વિશ્વાસ પણ છે કે આ પ્રયાસ આગળ જતા કશે રોકાઈ, અટવાઈ નહિ જાય. હા અલ્પવિરામ મુકાશે પણ પુર્ણવિરામ કયારેય નહિ.

સ્પંદન (સેમિલ)